ભેદ ભરમ - ભાગ 5

(33)
  • 6.3k
  • 3
  • 4.3k

ભેદભરમ ભાગ-5 બિસ્કીટવાળો ફેરિયો હરમન ચા પીતા-પીતા રાકેશ દલાલના ડ્રોઇંગરૂમમાં નજર ફેરવી રહ્યો હતો. હરમનની નજર દિવાલ પર લટકાવેલા એક સન્માનપત્ર પર ગઇ હતી. હરમને એ સન્માનપત્ર કઇ સંસ્થા તરફથી આપવામાં આવેલો છે એ નામ એના મોબાઇલમાં લખી લીધું હતું. ચા પીતી વખતે બધાં મૌન થઇ પોતપોતાના વિચારોમાં અટવાયેલા હતાં. હરમનની નજર રાકેશભાઇ તરફ હતી. "જુઓ હરમનભાઇ, ધીરજભાઇ જે વાત તરફ ઇશારો કરી રહ્યા છે એ વાત તથ્યહીન છે. હું અમદાવાદની સાયન્સ કોલેજમાં કેમેસ્ટ્રીના પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યો હતો. કેમેસ્ટ્રીની એ લેબમાં હું એક એવો પાવડર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે જેનાથી ડ્રગ્સની લત આરામથી છૂટી શકે. પરંતુ