ભેદ ભરમ - ભાગ 4

(36)
  • 6.8k
  • 3
  • 4.6k

ભેદભરમ ભાગ-4 CCTV કેમેરા અને સિક્યોરીટી ગાર્ડનું રહસ્ય ધીરજભાઇની પાછળ-પાછળ હરમન અને જમાલ ધીરજભાઇના બંગલાથી થોડું ચાલીને બંગલા નંબર 2 પાસે પહોંચ્યા હતાં. વીસ હજાર વાર જમીનમાં આ ચાર બંગલા બનાવવામાં આવ્યા હોવાના કારણે એક બંગલાથી બીજા બંગલા વચ્ચે ઘણું અંતર રાખવામાં આવ્યું હતું. જેથી કરીને દરેક ઘરના માલિકની પોતપોતાની પ્રાઇવસી જળવાયેલી રહી શકે. ધીરજભાઇ બંગલાનો ઝાંપો ખોલી અંદર પ્રવેશ્યા અને દરવાજાનો ડોરબેલ વગાડ્યો હતો. દરવાજો મનોરમાબેને ખોલ્યો હતો. "અરે ધીરજભાઇ, અંદર આવો. ઝાંપો ખોલવાનો અવાજ આવ્યો એટલે મેં બારીમાંથી તમને અંદર આવતા જોયા એટલે હું દરવાજો ખોલવા આવતી હતી અને એટલામાં જ તમે બેલ વગાડ્યો." હસમુખા મનોરમાબેને ધીરજભાઇનું સ્વાગત