ભેદ ભરમ - ભાગ 3

(33)
  • 7.9k
  • 3
  • 5.5k

ભેદભરમ ભાગ-3 નામાંકિત બિલ્ડર પ્રેયસની વાત સાંભળ્યા બાદ હવે સુધા મહેતા સામે હરમને જોયું હતું. હરમન એવું વિચારી રહ્યો હતો કે એની ઉંમર એના પતિ ધીરજભાઇ કરતા લગભગ અડધી છે. એ ત્રીસ વર્ષથી વધારે ઉંમરની હોય તેવું લાગતું ન હતું. એ દેખાવે ખૂબ સુંદર અને આકર્ષક હતી. છતાં એણે એનાથી ડબલ ઉંમરના પુરૂષ સાથે લગ્ન એવી તો કેવી મજબૂરી રહી હશે કે કર્યા એ સવાલ હરમનના મનમાં વારંવાર આવી રહ્યો હતો. "ધીરજભાઇ, જો આપને વાંધો ના હોય તો થોડા પ્રશ્નો હું સુધાબેનને પૂછવા માંગુ છું." હરમને ધીરજભાઇને પૂછ્યું હતું. હરમનની વાત સાંભળી ધીરજભાઇના મોઢા પર થોડા અણગમાનો ભાવ આવી ગયો