ભેદ ભરમ - ભાગ 2

(41)
  • 8.7k
  • 3
  • 6.3k

ભેદભરમ ભાગ-2 શંકા કે સત્ય સોસાયટીમાં દાખલ થયા બાદ હરમને ગાડી બંગલા નં. 1 પાસે ઊભી રાખી અને ગાડીમાંથી નીચે ઉતર્યો હતો. ધીરજભાઇએ બંગલો ખૂબ જ મોટો અને આલીશાન બનાવ્યો હતો. હરમનને ગાડીમાંથી ઉતરતો જોઇ ધીરજભાઇ બંગલામાંથી બહાર આવ્યા હતાં અને હરમન અને જમાલને ઘરમાં અંદર લઇ ગયા હતાં. આધુનિક ફર્નિચરથી સજ્જ બેઠકખંડના સોફા પર બંન્નેને બેસવાનું એમણે કહ્યું હતું. હરમન સોફા પર બેસી ગયો અને જમાલે પોતાના મોબાઇલનું વોઇસ રેકોર્ડર ચાલુ કર્યું હતું. "ધીરજભાઇ, મારા મનમાં થોડાક સવાલો છે. તમે કહો તો હું તમને પૂછી લઉં." હરમને ધીરજભાઇ સામે જોઇ પૂછ્યું હતું. "હા હરમનજી, તમારે જે કોઇ સવાલો હોય