જર્સી-રાકેશ ઠક્કરશાહિદ કપૂરના અભિનયનો એ કમાલ જ કહેવાય કે થોડા દર્શકોએ રીમેક ફિલ્મ 'જર્સી' ને પસંદ જરૂર કરી છે. જેમણે આ નામની જ મૂળ તેલુગુ ફિલ્મ જોઇ છે એમના માટે એક દ્રશ્ય પણ નવું નથી. બોલિવૂડમાં ક્રિકેટ પરની ફિલ્મોને ખાસ સફળતા મળી રહી નથી તેનું તાજું ઉદાહરણ રણવીર સિંહની '૮૩' હતું. છતાં એમાંથી 'જર્સી' ના નિર્દેશક ગૌતમ તિન્નનૂરીએ બોધપાઠ લીધો નથી. જે ભૂલો '૮૩' માં થઇ હતી એને દોહરાવી છે. ક્રિકેટ કોમેન્ટ્રી અંગ્રેજીમાં રાખી છે અને ફિલ્મ વધુ પડતી લાંબી બનાવી છે. એટલું જ નહીં હિન્દી દર્શકોને ધ્યાનમાં લીધા વગર રીમેક બનાવી દીધી છે. શાહિદના સંવાદોમાં પંજાબીનો વધુ પડતો ઉપયોગ