ભેદ ભરમ - ભાગ 1

(50)
  • 16.7k
  • 6
  • 10.9k

ભેદ ભરમ ભાગ-1 વાસણોનું રહસ્ય હરમન પોતાની નવી ઓફિસની કેબીનમાં ખુરશી પર બેઠા-બેઠા ઝોકા ખાઇ રહ્યો હતો. નવી ઓફિસમાં પ્રવેશ કર્યાને હજી અઠવાડિયું જ થયું હતું. પ્રહલાદનગર જેવા પોશ વિસ્તારમાં પોતાની ખુદની ઓફિસ કર્યાનો એને ખૂબ આનંદ હતો. હરમન કાલે જ વાપીથી એક કેસ ઉકેલીને રાત્રિના મોડા અમદાવાદ પરત આવ્યો હતો અને માટે જ સવારે ઓફિસમાં આવી ખુરશીમાં બેસતા જ રાતની ઊંઘ પૂરી ન થઇ હોવાના કારણે એ ઝોકા ખાઇ રહ્યો હતો. જમાલે કેબીનનો દરવાજો ખખડાવ્યો અને અંદર દાખલ થયો હતો. એના અંદર દાખલ થવાના કારણે હરમનની ઊંઘ ઉડી ગઇ હતી. "બોસ, એક પચાસ-પંચાવન વર્ષની આસપાસના વ્યક્તિ તમને મળવા માંગે