તવસ્ય - 11

  • 2.5k
  • 1.3k

આગળનાં ભાગમાં ...કિવા મુંબઈ ના કાંદિવલી BMC ગાર્ડન માંથી ખોવાઇ જાય છે. આખરે વેદ અને અક્ષર કાંદિવલી પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ લખાવે છે. ઇન્સ્પેક્ટર શોર્ય કિવા ને શોધવાના પ્રયત્નો ચાલુ કરી દે છે. અક્ષર વેદ ને પોતાના ઘરે લઈ જાય છે.હવે આગળ..._________________________"ઈશા,હું વેદ ને ઘરે લઈ આવું છું. આપણે ધ્યાન રાખવું પડશે કે વિવાન વેદને કિવા વિશે કંઈ ન પૂછે."અક્ષરે બાઇક પાર્કિંગ માંથી કાઢતી વખતે જ ઈશાને message કરી દીધો."Ok".ઘરે પહોંચીને અક્ષર, વેદ અને ઈશા એ જમી લીધું.આખરે વેદ હિંમત કરી ને સુમિત્રા બેન ને ફૉન કરે છે."વેદ નો ફૉન, અત્યારે!મુંબઈથી નીકળતી વખતે વેદ ગાર્ગી ને લઈને ચિંતામાં હતો એટલે