નેહડો ( The heart of Gir ) - 38

(25)
  • 4.2k
  • 2.5k

આજે ગેલો બહાર હોવાથી માલમાં કનો અને રામુઆપા ગયા હતા.ઉપરથી ધાર કરીએ ને જેમ રાઈના દાણા છૂટાછૂટા ફેલાઈ જાય,તેમ માલ બધો દાણો દાણો થઈ ફેલાઈ ગયો છે. કનાની નજર ક્યારની આસપાસ ભમી રહી હતી. તે રાધીને શોધી રહ્યો હતો. તેણે રાધીના આપા નનાભાઈને તો જોયા પણ રાધી ક્યાંય નજર નહોતી પડતી. અત્યારે ઉનાળાના દિવસો ચાલુ થઈ ગયાં હતાં. જેણે ચોમાસામાં ગીરનું જંગલ જોયું હોય તેને,ઉનાળામાં ગીરનું જંગલ દીઠું ના ગમે એવું થઈ જાય છે. મોટાભાગના ઝાડના પાંદડા ખરી પડે છે. ચારેબાજુ બધું સુકુ ભઠ્ઠ લાગે છે. ફક્ત નદીના બંને કાંઠે આવેલા ઝાડવામાં થોડી ઘણી લીલપ લાગે છે. ખળખળ વહેતી નદી