મેઘાની ડાયરી - 2

  • 3k
  • 1
  • 1.3k

મારા પ્રેમ પ્રકરણને લઇને આજે ઘણા વિઘ્ન આવ્યા. મારી મરજી વિરુદ્ધ મને પરણાવી દીધી મારી ઈચ્છાઓ સપનાંઓ, ઓરતાઓ અધૂરા રહી ગઈ. મારાં જીવનનો અંત હોય એવો અહેસાસ થયો. શું એક સ્ત્રીની ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી હશે ખરી..? શું પ્રેમ કરવો કોઈ ગૂનો છે..? કોઈ આભડછેટ છે? તો કેમ લોકો પ્રેમને લફરુંનુ નામ આપી પ્રેમીઓને છૂટાં પડે છે? મેં પાનું ફેરવ્યું હું નવપલ્લવિત પ્રભુતાના પગલાં પડી સાસરીની ઘરની શોભા, લક્ષ્મી બની. કબૂતરનાં પગ નવ દિવસ રાતાં. પછી એક સાથે, સ્ત્રીને જેમ મા દુર્ગાને નવ હાથ હોય એમ સાસુ પોતાની રૂમ માંથી બૂમ પડે મેઘા ચા લાવજો સાડા સાત વાગી ગયા છે