મેઘાની ડાયરી - 1

  • 3.9k
  • 1.6k

હું અને મારી સખી, મિત્ર, સથવારો જીવનનો કહી શકાય કદાચ, કેમ કે સંબંધ લોહીનાં નહીં મનનાં હતાં. અમે બંને એમની બિલ્ડિંગના ત્રીજા માળે બાલ્કનીમાં ચૂપચાપ ઊભી હતી. વૈશાખનો વંટોળિયો અચાનક એવો આવ્યો કે અભરાઇ પરનાં છાપાંનો ઢગલો નીચે પડી વેર વિખરાઈ, આંખી રૂમમાં પેપર પેપર થઈ ગયા. મેઘા રૂમમાં અસ્તવ્યસ્ત પેપરો સમેટી રહી હતી. એટલામાં મારી નજર એક ટૂટેલી ફાટેલી પેપર સાથે ડાયરી વેરવિખેર હાલતમાં હતી તેનાં પર પડી.અચાનક મેઘાના ફોનની રીંગ વાગી અને મેઘા ફોન પર વાત કરવામાં વ્યસ્ત થઈ ગઈ. મે તે ડાયરી હાથમાં લીધી અને જોયું કે ડાયરી ના કવર પેજ પર લખ્યું હતું કે "મેધની ડાયરી"