મોજીસ્તાન - 83

(16)
  • 2.6k
  • 1.1k

ગામની પંચાયતમાં પોચા સાહેબે ભાભાની આબરૂના લિરે લિરા કર્યા પછી ભાભાએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું. બાબો ટેમુના ઘેર બે દિવસ રોકાયો હતો. એ બે દિવસ દરમિયાન ન તો ભાભાએ બાબાને કોલ કર્યો કે ન બાબો ઘેર ગયો. ગોરાણીએ ઘણું પૂછ્યું પણ ભાભા મૌન ધારણ કરીને બેઠા હતા. આખરે ગોરણીથી ન રહેવાતાં તેઓ ટેમુના ઘેર ગયા હતાં. બાબાને ભાભાના મૌન વિશે જણાવી એને ઘેર આવવા સમજાવ્યો હતો. બાબો ઘેર ગયો ત્યારે ભાભા અંદરના ઓરડામાં ઢોલિયા પર આંખ મીંચીને પડ્યાં હતાં.બાબો એમના પગ પાસે જઈને બેઠો.બાબાની આંખમાંથી આંસુ વહેતા હતાં. એ આંસુ ભાભાના પગ પર પડ્યું એટલે ભાભાએ આંખ