નેહડો ( The heart of Gir ) - 36

(29)
  • 4.7k
  • 1
  • 2.7k

આજે સવારનો સુરજ સોના વરણો ઊગ્યો. માલઢોરનું દોવાનું કામ પતાવી ગેલો હીરણ નદીમાં ડૂબકી લગાવી સ્નાન કરી આવ્યો હતો. તે હાથમાં તાંબાનો કળશ લઈ જળ ચડાવી સુરજનારાયણને અંજલિ આપી રહ્યો હતો. નદીએથી સ્નાન કરી અડધો ભીનો,માથામાંથી પાણી નીતરતો આવ્યો હતો. તે ખુલ્લા શરીરે ખાલી ફાળિયું પહેરેલ હતો. નાનપણથી દૂધનો ખોરાક અને મહેનતના કામને લીધે ગેલાનું શરીર ખડતલ હતું. માથાના વાળમાંથી નીકળતા પાણીના બિંદુ ખંભે થઈ વાહામાં અને છાતી પર ઉતરી રહ્યા હતા. ગેલો આંખો બંધ કરી સુરજનારાયણનાં નામનું રટણ કરતો હતો. આંખો બંધ કરી સુરજનારાયણના જાપ કરતા ગેલાનું મોઢું તેજ કરી રહ્યું હતું. માલઢોર ચરાવવા જાય ત્યારે ગોવાળ આખા દિવસનાં