ચોર અને ચકોરી. - 15

(12)
  • 3.9k
  • 1
  • 2.2k

…..(ગયા અંકમાં વાંચ્યું કે એક જોરદાર થપ્પડ જીગ્નેશના ગાલ પર લગાવતા કેશવે પુછ્યુ."શુ કરી લેવાનો તુ." હવે આગળ વાંચો)...... "કાકા. તમે મારી જીંદગી તો બરબાદ કરી પણ સોગંધ મહાદેવની. હુ તમને એ માસુમ અને અનાથ છોકરીની જીંદગી નય બરબાદ કરવા દવ." જીગ્નેશ ગાલ પંપાળતા બોલ્યો. જવાબમા કેશવે બીજા ધડાધડ ચાર લાફા એના ચેહરા ઉપર ફટકારતા કહ્યુ. "મારુ લુણ ખાઈને મારી સામે તારે શિંગડા ભરાવવા છે. કાં?" "લૂણ હુ તમારું નય. તમે મારુ ખાવ છો કાકા. મારી પાસે ચોરિયું કરાવીને તમે તમારું પેટ ભરો છો." જીગ્નેશે વરસોથી સંઘરી રાખેલો બળાપો આજે બાર કાઢ્યો. જીગ્નેશને આ રીતે પોતાની સામે તાણીને બોલતા જોઈને