કર્મોનો હિસાબ ( ભાગ :- ૮ ) બસ થોડીઘણી વાતો કરી અને બધા પ્રસંગમાં વ્યસ્ત થઈ ગયા. પણ મનની નજર હજુપણ ક્રિશ્વી પર સ્થિર થઈ હતી. મનના મનમાં વિચાર આવ્યો કે મારે ક્રિશ્વી ને પામવી છે. એ માટે જે કરવું હોય હું કરીશ. ક્રિશ્વી અને મન આખરે ત્યાંથી છૂટા પડ્યા. ક્રિશ્વી ખુશ હતી મનને મળી, બહું બધી વાતો કરી, મનનું એવુંજ જોવું બધુંજ ગમ્યું હતું. મન અઢળક ખુશ હતો. સતત મનમાં લાગતું હતું વાહ... એવીજ લાગે છે. કાવ્યા ની સુંદરતા ઢળી રહી છે અને ક્રિશ્વીની સુંદરતા હજુપણ અકબંધ છે. ક્રિશ્વી ના પતિની અદેખાઈ લાગવા લાગી. થયું ક્યાં ક્રિશ્વી અને ક્યાં