દાદાની સામે બેઠેલો શ્રેણિક એક પછી એક બધાને અભિવાદન કરતો ગયો, આવા મોટા કુટુંબનો પરિચય મેળવતા તો જાણે એને સાંજ પડી જવાની હોય એમ લાગ્યું, એના મનમાં અધિરાઈનો હવે અંત આવતો જણાયો! " જો દીકરા મારા ચાર પુત્રો અને એમનેય સંતાનો, હંધાય મળીને ચાલીસ જેવા થઈએ, મને ખબર છે હું હમણાં બધાને ઓળખાવવા જઈશ તો તુંય હેબતાઈ જઈશ!"- દાદા જાણે શ્રેણીકના મનને ભણી ગયા હોય એમ બોલ્યાં. " ના એવું કંઈ નહિ..." - કહેતાં શ્રેણિક જરા હસ્યો પણ મનમાં તો એમ જ હતું કે ક્યારે આ સિલસિલો પતે. "પ્રયાગ દીકરા, જા તો સરલાવહુને બોલાવી આવો તો એ શ્રેણીકના દૂરના માસી