પ્રેમ ક્ષિતિજ - ભાગ -૧૦

(15)
  • 3.6k
  • 1
  • 2.3k

એક બાજુ મહેમાનની રાહ જોતો આખો પરિવાર ચિંતાતુર બની ગયો હતો ને અહી નયનનાં કરનામાએ ગાડી લઈને શ્રેણિક ગોથે ચડી ગયો હતો એ તો સારું થયું કે પેલો સાયકલ સવાર તરુણ એમની વહારે આવ્યો, અહીંના ગામડામાં જોવા મળતી એકદમ નિખાલસ મદદ કરવાની ભાવના વિશે શ્રેણીકે એના દાદા જોડે ઘણી વાર સાંભળી હતી પરંતુ આજે એણે એ અજાણ તરુણની આંખોમાં સાક્ષાત જોઈ લીધી. તરુણ એની મસ્તીમાં સાયકલ ચલાવે જતો હતો, એની પાછળ મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડી નીચું મોઢું કરીને જઈ રહી હતી, તરુણની ઊંચી ઉઠેલી ડોક સામે મોંઘીદાટ ગાડીમાં બેઠેલા યુવાનો વામળા લાગી રહ્યા હતા. એ અજાણ્યા તરુણના ઠંડા પવનમાં લહેરાતાં વાળ