પ્રેમ ક્ષિતિજ - ભાગ-૫

(21)
  • 4.1k
  • 2
  • 2.6k

"ચાલ શ્યામા! જલદી ભાગ!"- માયાએ શ્યામાને ખેંચાતા કહ્યું. " હા આવી..તારે જ ઉતાવળ હોય દરેક વાતે! લાવવામાં પણ તે દોડાવી મને ને હવે જવામાં પણ દોડાવે છે!"- શ્યામા એની પહેરેલી ઝાંઝરના ઝણકાર સાથે એના સ્વરનો નાદ ગુંજવી રહી હતી. "પણ તે ઘરમાં કોઈને કંઈ કહ્યું નથી એટલે હવે મને ટેન્શન થાય છે! બાપુજી બોલશે તો?"- માયાની ચિંતા વધી. "હાલ્ય ને ઈ તો પડ્યાં એવા દેવાશે!"- શ્યામા શાંતિથી બોલતાં હસી. "સાલું તને તો કોઈ ફિકર જ નથી." "ફિકર ના હોત તો નદીને ઘાટે કરુણા માટે ના દોડી હોત!"- શ્યામાએ એની અણિયારી આંખોના તીર સાથે માયા સામે જોયું. "હા પણ મહેમાન આવશે