પ્રેમ ક્ષિતિજ - ભાગ-૪

(17)
  • 4.1k
  • 2
  • 2.6k

શિયાળાની સવાર કહી ના શકાય પરંતુ ટાઢક વર્તાતી હોઈ મોસમ ખુશનુમા હતી, અમરાપરની માતાતુલ્ય એવી વહેતી હિરણ નદી જેમ કાઠિયાવાડની શાન છે એમ અમરાપરની પણ શાન હતી, એને કાંઠે કાંઠે વસેલા ગામની માટીમાં એની સોડમ એવી રીતે વણાઈ ગઈ હતી કે આવવાવાળા દરેકને એની ગંધ વર્ષો સુધી વિસરાય એવી નહોતી. ચારે બાજુ લીલા તોરણ સમાન હરીયાળી એના રૂપમાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા, ક્યાંક ડોકિયું કરતું જનાવર પાણી પીવાની ચેસ્ટા સાથે એ હરિયાળીમાં લપાઈને બેઠું હોય ને અચાનક સાવજ ગરજે કે એ વીજળીવેગે ભાગી જાય, આવું નજરાણું દિવસમાં ક્યાંકને ક્યાંક જોવા મળી જ જાય, ઉપરથી વાંદરાઓની વનરાજી હૂપાહૂપ કરીને શોર