મોજીસ્તાન - 82

(19)
  • 2.6k
  • 1.2k

મોજીસ્તાન (82) "કાં તો જેલમાં જાવ કાં તો પછી...." કહી હુકમચંદે હુક્કો ગગડાવ્યો.ચંચો અને હબો હુકમચંદ સામે તાકી રહ્યાં. પછી એકબીજા સામે જોઇને મુંજાયા."કાં તો...? જેલમાં નો જાવું હોય તો અમારે શું કરવું પડશે ?" હબાએ હળવેથી પૂછ્યું."જેલમાં નો જાવું હોય તો મારા હુકમના ગુલામ થાવું પડશે.તમારે લખમણિયા ભૂતને મરવા દેવાનો નથી.હું કવ ત્યારે અને હું કવ ઈને બીવડાવવાનો.આજ લગી તમે પોચા માસ્તરના ઈશારે નાચ્યાં,હવે મારા ઈશારે નાચવાનું છે. બોલો મંજુર હોય તો વાત અહીં પુરી થાય છે.અને નો મંજુર હોય તો શરૂ થાશે. આજે સાંજ લગીમાં બરવાળા પોલીસ ટેશનમાં સળિયા ગણતા હશો તમે બેય..! હું ફોન કરું એટલી જ