અનુબંધ - 2

  • 3.4k
  • 1.8k

પ્રકરણ :2 દિલ તો પાગલ છે મેં સાંજે મારા વતન જવાનું નક્કી કર્યું.હમણાં બે-ત્રણ દિવસ કોલેજ નહીં જઇ શકું.ઋત્વિકાને નિહાળી શકાય અથવા તેનો અવાજ સાંભળી શકાય એવી કોઈ વસ્તુ આજના દિવસ માટે તો શક્ય નહોતી.અનિચ્છાએ અમદાવાદ છોડ્યું.બસની સફરમાં મહેબૂબાની ધૂંધળી ઝાંખીઓ યાદ કરતો રહ્યો.બસની ગતિ સાથે મારા વિચારોનો વેગ પણ ઝડપથી ચાલતો હતો.ગામડું આવી ગયું તેની જાણ આંખથી નહીં પરંતુ ભીની માટીની સુગંધથી થઈ.હું બસસ્ટોપ પર ઊતર્યો,ઘર તરફ જવા પગને ઉપાડ્યા.રસ્તામાં ધીરૂચાચાનું ઘર આવતું હતું.તેમણે મળીને "જયશ્રીકૃષ્ણ" કહ્યા.આવી ગયો ભઇલા,તેમણે કહ્યું.અમારા ઘરની બાજુમાં એક ગોર રહેતા હતા.એમની સાથે અમારે ઘર જેવો સંબંધ હતો.એમની ત્રણ દીકરીઓમાંથી એક વચેટ દીકરી દર્પણા મારી