સફેદ કોબ્રા ભાગ-16 સફેદ કોબ્રાનો ડંખ રૂમ ખોલતાં જ જોયેલું દ્રશ્ય મેજર ધનરાજ પંડિત અને રાજવી પંડિત માટે જીવનનું આઘાતજનક દ્રશ્ય હતું. કલ્પનાઓમાં દૂર-દૂર સુધી વિચારી ના શકાય અને પહેલી દ્રષ્ટિએ તો જરાય પણ સમજી ના શકાય એ દ્રશ્ય જોઈ બંનેની આંખ સામે અંધારા આવવા લાગ્યા હતા. મેજર ધનરાજ પંડિતે પોતાની જાતને સંભાળી અને સૌ પ્રથમ રાજવીને હાથ પકડી જમીન પર બેસાડી દીધી હતી. “રાજવીર.. તું અહીં ક્યાંથી?” ધનરાજ પંડિતે એના માથા પર બંદુક મુકતાં કહ્યું હતું. એક સોફાચેર પર રાજવીરને સાંકળથી બાંધવામાં આવ્યો હતો. એના મોંઢા પર બ્રાઉન ટેપ મારવામાં આવી હતી. એના બંને હાથ અને પગ સાંકળથી બાંધવામાં