સફેદ કોબ્રા - ભાગ 10

(29)
  • 4.3k
  • 3
  • 2.5k

સફેદ કોબ્રા ભાગ-10 સફેદ કોબ્રાના હાથમાં સફેદ સાપ મંત્રીજી સફેદ કોબ્રાના ખંડેર થઇ ગયેલા મકાનની અંદર જ્યારે પ્રવેશ્યા ત્યારે અંદરની સજાવટ જોઇ એ વિચારમાં પડી ગયા હતાં. બહારથી ખંડેર દેખાતું મકાન અંદરથી ખૂબ જ વૈભવશાળી હતું. બેઠકખંડમાં સોફા પર બેસવા માટે એક સુંદર સ્ત્રીએ આવીને એમને કહ્યું હતું. "મંત્રીજી, આપ શું લેશો? સફેદ કોબ્રા તમને થોડી જ વારમાં અંદર બોલાવે છે." સુંદર સ્ત્રી બોલી હતી. "ના, કશું જ નહિ." મંત્રીજીએ જવાબ આપ્યો હતો. સફેદ કોબ્રાએ મને અહીંયા કેમ બોલાવ્યો હશે? કોઇ પોલીટીકલ કામ માટે તો નહિ બોલાવ્યો હોયને? મારી સામે પોતાની અસલીયત જાહેર કરવાથી ભવિષ્યમાં એમને નુકસાન થઇ શકે એવો