ચોર અને ચકોરી. - 14

  • 3.1k
  • 2k

(તમે અહી સોમનાથ ભાઈને ત્યાજ રોકાવ હુ ભાઈને ભલામણ કરી દઈશ કે એ તમને તમારા કાકાને ગામ સીતાપુર મુકી જશે..... ગયા અંકમાં તમે વાચેલું હવે આગળ.....) ચકોરી ને કીશોરકાકાને ત્યા પહોચડવાની જવાબદારી સોમનાથના માથે નાખીને જીગ્નેશ રામપુર જવા રવાના થયો. જીગ્નેશને જોતાવેંત કેશવ ઉત્સાહથી બોલી ઉઠયો. "આવ્યો. આવ્યો મારો હાવજ આવ્યો." જીગ્નેશને જોશભેર છાતી સરસો ચાંપતા પુછ્યુ. "બોલ દિકરા. સિંહ કે શિયાળ?"જીગ્નેશ નિરાશા ભર્યા સ્વરે બોલ્યો."કાકા. શિયાળ. આ વખતે ખાલી હાથે પાછા ફરવું પડ્યું." જેટલા જોશથી કેશવે જીગ્નેશને છાતીએ ચાંપ્યો તો. એટલી જ ત્વરાથી એને અળગો કરતા નવાઈ ભર્યા સુરે પુછ્યુ. "શુ વાત કરે છે તુ? તુ અને ખાલી હાથે?