નેહડો ( The heart of Gir ) - 33

(33)
  • 4.5k
  • 2
  • 2.6k

સામત અને રાજમતી મળી જવાથી બધા નેહડા વાસીઓએ રાહતનો દમ લીધો. છેલ્લા ઘણા દિવસોથી સામત ગુમ થવાથી નેહડા પર આવી પડેલા સંકટને લીધે બધા પરેશાન હતા. ખોબા જેવડા નેહડામાં એકના દુખે બધા દુઃખી અને એકના સુખે બધા સુખી. છૂટાછવાયા દસ-બાર કાચા ઝુંપડા જેવા ઘર અને વાડામાં જંગલની વચ્ચે વસવાટ કરતા નેહડાવાસીઓ એકબીજાના આધારે જીવન વિતાવતા હોય છે. સારા માઠા પ્રસંગો બધા સાથે મળી ઉકેલતા હોય છે. DFO સાહેબના ગયા પછી બધા મોડે સુધી ગેલાના નેહડે બેઠા. રામુઆપા જોડે ઘણી વાતો કરી. વાતનો વિષય નવી પેઢી જૂની પેઢી જેટલું કામ ન કરી શકેથી લઈ હવેની પેઢી વધારે વર્ષો નેહડામાં નહીં કાઢે,