અનુબંધ - 1

  • 5.8k
  • 1
  • 2.9k

પ્રકરણ :1 પ્રેમ સંવેદનાનું ભાન છે સંધ્યાનો સુરજ અસ્ત થઈ રહ્યો હતો ને નિશા તેની ચાંદનીને મળવા ધરતી પર રેલાઈ રહી હતી.કેટલી નીરવ શાંતિ હતી આ ક્ષણે!ઢળતા સૂરજનો સંગાથ અને મારી આસપાસ,મારા અતીતરૂપે ખીલેલા પ્રણયફાગના સ્પંદનોને ઝ્ંકૃત કરતા પ્રવાહે મારા મનના ઝંઝાવાતને આ ક્ષણે પણ ડામાડોળ કરી નાખ્યો,આજે પણ એનું દર્દ મીઠું ,જલન મીઠી,તડપ મીઠી ને વ્યથા મીઠી જ રહી.આજની આ રેલાતી ચાંદનીનું સૌંદર્ય ફરી ક્યાંક વિખૂટું ન પડી જાય તેથી હું તેને મારા નયનોમાં ભરવાના પ્રયાસમાં આરામખુરશીએ ટેકે થયો.આજની આ નિશા મને આંગળી ઝાલી કહી રહી હતી કે,પ્રથમેશ તારી ચાંદની તને મળવા માટે થઈને આકાશમાથી ઊતરી રહી છે.અત્યારે ફરી