ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૮૮

  • 2.2k
  • 1
  • 1.2k

વિરેન્દ્રસિંહ ની રાહ જોઈને મહેક બેઠી હતી પણ વિરેન્દ્રસિંહ ને શું કહીને મદદ માંગવી તે સમજાતું ન હતું. જો તે પરી છે અને તાંત્રિક ને સજા આપવા આવી છું તો તે કદાચ મારી હસી ઉડાવે અથવા નાં કહી શકે. એટલે કોઈ એવી વાત કહીને મદદ માંગીશ જેથી વિરેન્દ્રસિંહ હા કહી શકે. વિરેન્દ્રસિંહ નાં આવતા પહેલા મહેકે વિચારી રાખ્યું હતું કે કેવી રીતે તેમની પાસે મદદ માંગવી. મહેક પાસે વિરેન્દ્રસિંહ આવ્યા એટલે મહેકે તેમને બેસવા કહ્યું ને તેમાં માટે પાણી લાવી. મહેક નાં હાથથી લાવેલું પાણી વિરેન્દ્રસિંહ જ્યારે પીધું તરત જ એક અલગ શાંતિ સાથે શક્તિ નો ભાસ થયો. તે પાણી