ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૮૭

  • 2.5k
  • 2
  • 1.2k

તાંત્રિકે પૂછેલા સવાલમાં મહેક વિચારીને જવાબ આપે છે. હા હું તે માટે તૈયાર છું. હું આજથી તમારી સેવા કરવા માંગુ છું. એક પરી થઈને દાસી થવું પરી ને શોભતું ન હોય પણ મહેક તાંત્રિક ને સારી રીતે જાણવા માટે તેણે આવું પગલું ભરવું પડ્યું હતું. તાંત્રિક હજુ મહેક ની ખાતરી કરવા માટે તેમની નજીક આવવા મહેક ને કહે છે. મહેક તેમની નજીક આવી ત્યાં ફૂલોની ફોરમ એટલી છૂટી કે આખું મકાન ફોરમ થી મહેકી ઉઠ્યું. મહેક વધુ નજીક આવી ત્યાં તાંત્રિકે તેને ત્યાજ ઊભી રહેવાનું કહ્યું. ઊભી રહે યુવતી.!!તું આ કંઈ સુંગંધ લઈને આવી છો.?તને ખબર છે અહી ફૂલો ની