રાજવી : પ્રીતની નવી રીત - 48

  • 2.2k
  • 984

(૪૮) (રહનેમિ પોતાના પ્રીતનું રાજુલ આગળ નિવેદન કરી અને સંસાર માણવા માટે સમજાવે છે. હવે આગળ...) "આપણે લગ્ન કરીને સુખભર આપણે પ્રીતિ પાળીએ, સંસાર માણીએ પછી આપણે બંને જોડે દીક્ષા લેશું પણ હાલ યૌવન વયમાં નહીં, રાજુલકુમારી...." રહનેમિએ પોતાના મનની વાત જણાવતાં કહ્યું. તે પોતાની વાત મનાવવા તેમની વાતો સ્પષ્ટ રીતે બોલી રહ્યા હતા. જે અવાજ અત્યાર સુધી દબાયેલા અને આડકતરો ઈશારો કરી રહ્યો હતો, જે કેવી રીતે સ્પષ્ટ બોલવું સમજી નહોતો શકતો. પણ રાજુલના સૌંદર્ય જોઈ અને તેને પામવાની ઉત્સુકતા આગળ બધી જ વાતો વિસરીને પોતાની વાત સ્વીકારીને રાજુલને મનાવવા પ્રયત્ન કરવા લાગ્યા. "જે વેશ આપણને પ્રભુના સ્વર્ગ સમાન