(૪૭) (રાજુલ વરસાદ પડવાના લીધે એક ગુફામાં આશરો છે. એ જ ગુફામાં રહનેમિ પણ આશરો લે છે. હવે આગળ...) "આપણે પહેલાં સંસાર માણીએ પછી સંસારત્યાગ કરીશું, રાજુલકુમારી...." રહનેમિએ પોતાની વાત ફરીથી રજૂ કરતાં કહ્યું. "આપ શું બોલી રહ્યા છો? આવી સુંદર સાધના ચાલી રહી છે, મોક્ષમાર્ગ જવા માટે આ વેશ પહેર્યો છે. આ સાધના આદરેલ છે એનું શું?" રાજુલ રહનેમિની વાત સાંભળી આઘાત લાગ્યો અને બોલી. "પણ એ માટે વૈરાગી બની પોતાની પ્રીત ભૂલી થોડી જવાની હોય?" રાજુલ કંઈ બોલી નહીં તો, "અને એ માનવી મૂર્ખ તો છે જ, જે પ્રીત કરીને પોતાના પ્રિયપાત્રથી દૂર રહે. અને એ વ્યક્તિ ડાહ્યો