રાજવી : પ્રીતની નવી રીત - 46

  • 2.3k
  • 1.1k

(૪૬) (રાજુલ દીક્ષા દેવા માટે ભગિ નેમનાથને વિનંતી કરે છે. હવે આગળ...) મથુરાનગરીમાં આજે હર્ષોલ્લાસ વ્યાપી ગયો હતો. આજે બધા એક સુંદર ઘટનાની સાક્ષી બનવા સૌ કોઈ ઉતાવળા બની રહ્યા હતા. રંગોળી અને તોરણો દરેક ઘરે ઘરે દેખાઈ રહ્યા હતા. જાણે એવું લાગી રહ્યું હતું કે પ્રજાની જોડે એ પણ રાજુલ જેવી અદ્ભુત નારીના દર્શન કરવા બહાર આવી ગયા છે. રાજુલ જયારે મથુરાનગરીના પથ પરથી પસાર થઈ ત્યારે તેના મનમાં આ બધાં જ કરતાં ભગવાન નેમનાથ અને તેમની વાતોનું જ ધ્યાન ધરી રહી હતી. તેની આંખો સમક્ષ ભગવાનની મુખાકૃતિ તરવરી રહી હતી અને એના મનમાં 'રજોહરણ મારું મંગળસૂત્ર હોજો, મારી