બેંકવાળા 29 'બાપનો નોકર'હમણાં હમણાં મારૂં નિરીક્ષણ છે કે વરિષ્ઠ નાગરિકોને કોઈ પ્રેમથી બોલાવે તો ઓળઘોળ થઈ જાય, ખૂબ આભારવશ થઈ જાય. પરંતું ઉંમર વધવા સાથે ઘણા લોકો ટચી થઈ જાય છે. સહેજ અમથી વાતમાં ખૂબ ખોટું તો લાગી જાય પણ ગુસ્સે પણ જરૂર કરતાં વધુ થઈ જાય. મૂળ અનેક લાગણીઓ ઘૂંટીઘૂંટીને હૃદયમાં ભરી રાખી હોય એ મન મુક્ત થતાં નીકળે, પોતાનો માર્ગ કરીને જ રહે. એટલે જ વયસ્કો સાથે ધીરજથી વર્તવું પડે અને ક્યારેક સહન પણ કરવું પડે. ક્યારેક એમની સાથેના લોકો પ્રત્યેનો એમનો વ્યવહાર પણ ક્યારેક એક માણસ બીજા સાથે ન કરે એવો હોય છે.એક વાત યાદ આવી.