આ જનમની પેલે પાર - ૨૫

(32)
  • 4.2k
  • 1
  • 2.3k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૨૫ હેવાલીએ બારી બહાર નજર કરી. રાત પૂરી થવામાં હતી. સૂરજ ઊગવાની તૈયારી હતી. પક્ષીઓનો કલબલાટ શરૂ થઇ ગયો હતો. ઠંડી હવા સાથે ખુશનુમા માહોલ સર્જાયો હતો. તેને થયું કે આટલું સરસ વાતાવરણ છે ત્યારે મેવાન એવું તે શું જોઇ ગયો કે ચમકી ગયો. તેના મોં પર હજુ ચિંતાના ભાવ હતા. હેવાલીએ નવાઇથી પૂછ્યું:'મેવાન, શું વાત છે? તું આટલો ચિંતિંત અને વ્યગ્ર કેમ થઇ રહ્યો છે. બહાર કેટલો સરસ માહોલ છે. અહીં તો કુદરતના ખોળે બેઠા હોય એમ લાગે છે. આવા વાતાવરણમાં તો મને હળવાશ અનુભવાય છે...' 'હેવાલી, મને ચિંતા એ વાતની છે કે હવે થોડી