નેહડો ( The heart of Gir ) - 32

(30)
  • 4.6k
  • 2
  • 2.8k

શિકાર ખાય રહેલ સાવજ અને સિંહણને માલધારીઓએ ટોર્ચની લાઇટમાં બરાબર ઓળખી લીધા. કપાળે ટીલાવાળી સિંહણ રાજમતી જ હતી. અને બેફિકરાઈથી સાંભરનું ભોજન લેતો ઘેઘૂર કથ્થાઈ અને પીળા કલરની કેશવાળીવાળો સામત જ હતો. બધાના મનમાં હાશકારો થયો. રખેને સામત અને રાજમતીને કંઈ થયું હોત તો એનો નેહડા વાસી ગેલો તો અંદર જ ગયેલો હતો. બધા જ જાણતા હતા કે ગેલો આવું ન કરે પરંતુ તેની વિરુદ્ધ જંગલ વિભાગ પાસે સજ્જડ સબૂત હતા. પાકી માહિતી મળતા બધા રાજી થતા, ટોર્ચ બંધ કરીને ધીમે પગલે પાછા વળ્યા. ચાલતાં ચાલતાં વાલાએ કહ્યું, "હાલો આપડે આજે જ ફોરેસ્ટર શાબને સામતને રાજમતી જડી ગયાના વાવડ પુગાડી