તે જાતે આવશે..

(17)
  • 6.3k
  • 1
  • 2.1k

જીગર, સીમા અને તેમનો નાનકડો દિકરો મેહુલ શહેરમાં રહેતાં પોતાના એક મિત્રને ત્યાંથી પાછા પોતાના નાનકડા ગામ તરફ આવી રહ્યા હતા અને તેમને રસ્તામાં એક ગોઝારો અકસ્માત થયો. નાનકડો મેહુલ બચી ગયો પરંતુ તેના મમ્મી-પપ્પાનું ત્યાં ને ત્યાં જ સ્થળ ઉપર જ મૃત્યુ થઈ ગયું. મેહુલને ઘરે તેના દાદીમા પાસે લાવવામાં આવ્યો. બે ત્રણ દિવસ પછી ખબર પડી કે મેહુલને પણ બંને પગમાં ખૂબ વાગ્યું છે. જેનું ઓપરેશન કરાવવું પડે તેમ છે. તેને તેના દાદીમા ડૉક્ટર પાસે પણ લઈ ગયા પરંતુ આ તકલીફ તેમનાથી દૂર થાય તેમ ન હતી આ તો કોઈ મોટા ડૉક્ટરને બતાવવું પડે તેમ જ હતું અને