બદલાવ

(12)
  • 3.8k
  • 1.2k

મારુ મન મારા કાબુમાં ન હોય ત્યારે હું એક જ કામ કરું, અને મારા બધા જ દુઃખ, સુખ, લાગણી, બેચેની, પ્રેમ, અજમ્પો બધું જ મારી ડાયરીમાં ઉતારું...ક્યારેક પહેલા ઉતારેલ હોય તેને ફક્ત વાંચીને પણ હું મારા મનને બધી જ બાજુથી સમેટીને મારી ડાયરીમાં જ બંધ કરી દઉં... આજ એમ જ મન વધુ આકુળવ્યાકુળ હતું. કારણ કોઈ ચોક્કસ સમજી જ નહોતી શકતી પણ કઈ જ ગમતું નહોતું. આથી મેં મારી ડાયરી ખોલી અને મારા મનની ઉલજનોને બહાર કાઢવા લાગી હતી.દર્દ સરે છે,અને કવિતા રચે, દર્દે વાહ થૈ!મેં આ હાઈકુ મારી ડાયરીમાં લખ્યું અને ત્યારબાદ એક પછી એક વિચારો આપોઆપ લખાતા જ