“અ... અ... હું, લાઈટ્સ ઓન કરી દઉં?” “ના, ઇટ્સ ઓ.કે. ચાલશે, યુ કન્ટિન્યુ”, અને પ્રત્યક્ષ રાજદ્વારી સંબંધો રાખવા અસમર્થ રાષ્ટ્રો, કઈ રીતે પરસ્પર આર્થિક ઉપરાંત રાજનૈતિક સંબંધો જાળવે અને નભાવે છે એ વિશે એણે આગળ ચલાવ્યું. “ઘણી વખત ઘણાં બધાં પરિબળો, એક સંગીન સંબંધ નભાવવામાં અડચણરૂપ બનતા હોય છે”, અનાયાસે જ કેટલીક જુની ઘટનાઓ એના હ્રદયને ઘમરોળવા લાગી. એ પણ એક સંગીન સંબંધ હતો, જે એના અંત સુધી પહોંચી ના શક્યો. બદનસીબે, એ સંબંધ તૂટી પણ નહોતો શક્યો. નફા અને નુકશાન ની આજુબાજુ લટકતા રહેતા સસ્પેન્સ એકાઉન્ટ્સ ની જેમ આ સંબંધ નો સસ્પેન્શન બ્રિજ લટકી રહ્યો હતો. એણે ક્યારેય કહ્યું