વિશ્વજળ દિવસે પાણીનું મૂલ્ય સમજીએ.

  • 2.2k
  • 1
  • 760

વિશ્વજળ દિવસ.. આજે વિશ્વજળ દિવસ છે.સરકારથી માંડી દરેક વિદ્વજન પાણી વિશે ખૂબ ભાષણબાજી કરશે.પરંતુ પાણી બચતની કોઈ પોતાની રીતે આગોતરી તૈયારી કરતું નથી.વરુણદેવ દર વરસે વરસાદ વરસાવે છે,પરંતુ આપણે એ વરસાદી પાણી રોકવાનો આપની રીતે નક્કર પ્લાનિંગ નથી કર્યો તે મોટી ખામી છે.વેદમાં પાણી વિશે પ્રાર્થનાઓ થયેલી છે.અને વેદ રચયિતાએ તેને અંકિત કરેલી છે."निकामे निकामे न: पर्जनयो वर्षतु फलिन्यो न ओषधय:पच्यन्तां योगक्षेमो नः कल्पताम् ll"(સમયે સમયે યોગ્ય વર્ષા વરસો,વૃક્ષ ઉત્તમ ફળ આપો,અમારો યોગક્ષેમ સુખમય બનાવો)વેદોમાં પણ પાણી અંગે પ્રાર્થના થઇ છે.પ્રથમ પાણી,પવન,પ્રકાશ,અગ્નિ આ ચાર તત્વ ન હોત તો પૃથ્વી નિર્જીવ હોત.આપણા દેશમાં કે દરેક હોટલમાં હાલમાં એક લીટર (એક બોટલ)નો