એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૪

  • 3.5k
  • 1
  • 1.7k

દેવ એનું બાઇક લઈને નિત્યાના ઘરની બહાર પહોંચ્યો.દેવે હોર્ન માર્યો પણ કોઈ બહાર આવ્યું નહીં.દેવને થયું કે દરવાજો બંધ છે એટલે કદાચ નઈ સાંભળ્યો હોય.દેવે ફરીથી હોર્ન માર્યો.છેવટે કંટાળીને દેવે નિત્યાના ફોન પર કોલ કર્યો. નિત્યા ફોન ઉપાડતા જ બોલી,"હા બોલ!" "શું બોલ,ક્યારનો હોર્ન વગાડું છું સંભળાતું નથી તને" "સંભળાય છે પણ હું રૂમમાં હતી એટલે આવતા વાર લાગે ને" "ચાલ જલ્દી કર.મોડું થાય છે" "હાલ જ આવી" "ઓકે" લાઈટ યલો કુરતી પહેરી અને કાનમાં હાર્ટ શેપની નાની બુટ્ટી પહેરી એક દમ સિમ્પલ તૈયાર થયેલી નિત્યા ખૂબ જ સુંદર લાગી રહી હતી.નિત્યાએ સ્ટીલની બોટલ અને ટિફિન એક્ટિવની ડેકીમાં મૂક્યું અને