ધૂપ-છાઁવ - 58

(28)
  • 4.9k
  • 2
  • 2.9k

થોડી વારમાં જ શેમના માણસોનો ફરીથી ફોન આવ્યો અને તેમણે પચાસ લાખ રૂપિયા રોકડા તેમજ શેમ ઉપર દાખલ કરેલ કેસ પાછો ખેંચી લેવાનું કહ્યું. પચાસ લાખ રૂપિયા લઈને તેમણે શહેરની બહાર એક નિર્જન સ્થળે ઈશાનને એકલા જ આવવાનું કહ્યું. ઈશાને નમીતાની માંગણી કરી. ઈશાને જણાવ્યું કે, " હું પૈસા લઈને આવીશ પરંતુ તમારે નમીતાને મારે હવાલે કરી દેવી પડશે." પૈસાની લાલચ ભલભલાને ભાન ભુલાવે છે તેમ શેમના માણસો પણ પૈસાની લાલચમાં આવીને નમીતાને ઈશાનને સોંપવા માટે તૈયાર થઈ ગયા. કેસ પાછો ખેંચવા બાબતે ચર્ચા થઈ તો ઈશાને જણાવ્યું કે, હમણાં મારા વકીલ આઉટ ઓફ સ્ટેટ ગયેલા છે જેવા એ હાજર