સ્માર્ટ ચીંટુ અને સ્માર્ટફોન - ૭. ચિંટુને ફોન એ એક માત્ર સહારો

  • 3.3k
  • 1
  • 1.3k

"ચીંટુને ખોટી ટેવ પાડી છે..! મોબાઈલમાં રમવાનું ને આંખો ફોડવાની!" પપ્પાએ એક વાર ઉગ્રતા પકડી લીધી. "જ્યારે હોય ત્યારે એને ફોન જોઈએ.. ફોન ન આપો તો રડવાનું ચાલું..!" ચીંટુને તો મમ્મી કેવી રીતે પ્રતિકાર કરે છે તે ચૂપચાપ જોવાનું હતું. "આખો દિવસ ઘરે રહો તો ખ્યાલ આવે કે છોકરું કેમ સચવાય? તમને પણ સાંજે આવીને મોબાઈલમાંથી બહાર નીકળી ચીંટુ તરફ જોવાનો ટાઇમ જ ક્યાં હોય છે? ફોન આપીએ ત્યારે તો ઘરનું કામ થાય છે! એ બહાને એક ખૂણામાં શાંતિથી પડ્યો તો રહે છે. બીજા એકેય રમકડાં તમારા રાજકુમારને ગમતાં નથી" "તારે જે કરવું હોય તે કર. છોકરાંને ખોટી ટેવો પડે