ગઝલ :મળે . દિલ દરવાજે કદી તાળાં મળે, ગામ વચ્ચોવચ્ચ તો નાળાં મળે. આ સફાઈના વખાણો શું કરો, સાફ ઘરમાં પણ કદી જાળાં મળે. હોય સુંવાળપ બધે એવું બને? ફૂલ પણ આ કંટકો વાળાં મળે. તન ભલે ઉજળાં લઈ જગમાં ફરે, ડાઘ એમાં પણ ઘણાં કાળાં મળે હોય છે લીલાશ 'ઊર્મિ' વન મહીં,તોય ભઠ સૂકાં જુઓ ડાળાં મળે. * * તમને *જરા પાસ આવો તો કહેવું છે તમને.ફરી લાગણીમાં શું વહેવું છે તમને.વગર કારણે પ્રીત થાતી જગતમાં, નિખાલસપણે દિલમાં રહેવું છે તમને.અમારી ઘણી અણસમજને સહી છે, હજી કેટલું તો સહેવું છે તમને.ન આપો તમે લાગણી એટલી તો, હ્રદયથી ખરેખર ચહેવું