પ્રેમના રંગ

  • 2.2k
  • 704

"આખરે બાર વર્ષે બાવો બોલ્યો!"દાદીએ મારા કાન ખેંચતા ટિપ્પણી કરી અને મનની ભડાસ કાઢતા આગળ કહ્યું,"હવે તમે મોટા શહેર વાળાને, અમારું નાનકડું વલસાડ કેમ ગમે!"એમને બાથમાં લેતા, હું પ્રેમથી બોલ્યો."એવું નથી દાદી. કામમાં એટલો ગૂંચવાયેલો હોઉં છું. પણ આ વખતે સંકલ્પ લીધો, કે હોળી તમારી જોડે જ ઉજવીશ. તમારા એક ફોન પર હું તરત હાજર થયો કે નહીં?"દાદીએ મારુ નાક ખેંચતા, ફરી મશ્કરી કરી."મહેરબાની તમારી! ફોન તો દર વર્ષે કરું છું દોઢડાહ્યા! હવે જલ્દી તૈયાર થઈને બહાર આવ."હું, શૈલેષ જાડેજા, એન્જિનિયર, મુંબઈ રહેવાસી, નિવૃત્ત માતાપિતાની એકમાત્ર સંતાન અને કુંવારો. કંપની તરફથી આપેલી બધી સુખ સુવિધાનો આનંદ માણી રહ્યો હતો. દાદી