શ્રાપિત - 15

  • 3.1k
  • 2
  • 1.7k

ટક...ટક..ટક... દરવાજા પર ખડખડાટ અવાજ આવ્યો. સુધા દરવાજો ખોલવા આવી. દરવાજા બહાર ઉભેલી અવનીને જોતાં સુધાએ મોઢું બગાડ્યું. ત્યાં આકાશની મમ્મી આવી પહોંચી અને સુધા તરફ જોતાં સુધા બોલવા જતી અટકી ગઈ. (આકાશની મમ્મી )સવિતાબેન : " અરે બેટા અવની તું અને પિયુષ આવી ગયાં હોસ્પિટલમથી ! આકાશ અને સમીર ત્યાં આજે રોકાવાનું થશે.અધિરાજની તબિયત કેમ છે " ? દરવાજે ઉભેલી અવની અંદર હોલમાં આવીને સુનમુન સોફા પર બેસી જાય છે. બહાર હોલમાં અવાજ સાંભળીને દિવ્યા બહાર આવે છે.દિવ્યા : " અરે અવની તું આવી ગઇ ! ફોન પર તો સમીર તારૂં અને પિયુષનુ ત્યાં રોકાવાનું કહેતો હતો " ?સોફા