હવે આગળ,લવ આજે કોલેજના પહેલા દિવસે જ જેમ પહેલા ખુશ રહેતો તેમ રહેવાની કોશિશ કરી રહ્યો છે.પણ હજી જે ત્રણ-ચાર છોકરા-છોકરીનું ગ્રુપની લીડર તેના જીવનમાં એન્ટ્રી કરી વાવાઝોડું લાવવાની છે,તે તેને ખબર નથી.લવ રવિ અને સ્નેહા ક્લાસરૂમમાં આવી નવા મિત્રો બનાવે છે.કલાસરૂમમાં પ્રોફેસરે પણ એન્ટ્રી કરી લીધી હતી,તે આ ત્રણેયને જોઈ પોતાનો પરિચય આપવા કહે છે.રવિ અને સ્નેહા પરિચય આપી દે છે. હવે લવ પોતાનો પરિચય દેવા ઊભો થાય છે ત્યાં કલાસરૂમમાં આવવા એક છોકરીની પ્રોફેસરની પરમિશન લેતી દેખાય છે.કોઈ સ્વર્ગની અપ્સરા આવી હોય તેવી લાગતી હતી.લવ તેને જોતો જ રહે છે,તે છોકરી કલાસરૂમમાં આવી સ્નેહાની બાજુમાં આવી બેસી જાય