આ જનમની પેલે પાર - ૨૪

(26)
  • 4.2k
  • 2.3k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૨૪ હેવાલીને દિયાન માટે તડપતી અને ગભરાતી જોયા પછી પણ મેવાન નિર્લેપ હતો. હેવાલી દરવાજો ખોલવા પોતાનું બધું જોર અજમાવી રહી હતી. તેનો જીવ જાણે તાળવે ચોંટી ગયો હતો. વચ્ચે એક ક્ષણ માટે તે બારી તરફ નજર કરીને આગના કેસરી અજવાળાને જોઇ વધારે ચિંતા કરતી હતી. તે ફરી કરગરી:'મેવાન, નીચે દિયાન છે... એને આગથી જોખમ છે. એને બચાવી લે...'મેવાન એની નજીક આવીને બોલ્યો:'આવી જ આગ ત્રિલોકે લગાવી હતી. તને દિયાનની બહુ ચિંતા થાય છે? એના માટે બહુ પ્રેમ છે? તું નથી ઇચ્છતી કે એનો જીવ જાય?'હેવાલી મેવાનના પ્રશ્નોથી ચોંકીને બોલી:'મેવાન, તું આ શું બોલે છે? હું