કોને ભૂલું ને કોને સમરું રે - 46

  • 2.3k
  • 1.2k

ઉનાળાના વેકેશનમા મનહર મામાને ત્યાં ગયો અને ચંદ્રકાંત મોટીબેન સાથે જગુભાઇને લઇને માંગરોળ જવાનુ નક્કી થયુ ...સહુ બેગ બિસ્તરા સાથે વહેલી સવારની બસમા ગોઠવાયા ત્યારે જગુભાઇને થોડો ઉચાટ થતો હતો "બેન આ ભાણીયાભાઇને પોસ્ટકાર્ડ લખીને માંગરોળ ધરમશાળાનુ એડ્રેસ મોકલ્યુ હતુ તો મળ્યુ હશે કે નહી?ચાલો હરિ ઇચ્છા...." આ ભાણીયાબાપા કોણ?કઇ માટીના....?ચાલો જરા એમની વાત કરવી પડશે કારણકે જગુભાઇ અને બાકીના ભાઇઓ એમને મેજર કેમ કહેતા હતા... ............... લક્ષ્મીમાં વખતથી ભાણીયાબાપા ત્રણ ભાઇઓ સાથે ચોથા ભાઇ ગણાતા.ભાણીયા બાપા શુધ્ધ ખાદીધારીતો ખરાજ મજબુત પાતળુ શરીર પણ મનોબળતો મેરુતો ડગેરે જેના મનડા ડગે નહી એવુ ગજબ મનોબળ એટલીજ હિમ્મત .જેમ રવિશંકર દાદા મહીમાતા