કોને ભૂલું ને કોને સમરું રે - 44

  • 2.6k
  • 1.2k

શારદાગ્રામ પહોંચ્યા પછી ચંદ્રકાંતે વીરસુંતભાઇની ચીઠી મનસુખરામ બાપાને આપી નમન કર્યુ.. આશિર્વાદ આપી અને સ્વયંમ સેવક સાથે ચંદ્રકાંતને રહેવાનો રુમ બતાવ્યો..બેગ મુકીને ચંદ્રકાંત બહાર દોડ્યો... ચારે તરફ આંબાવાડીમાં મોરલાનો ગહેકાટ કોયલનાં ટહુકાઓ પોપટની પટરપટર ચકલીની ચીંચીં વચ્ચે એક બાજુ હોસ્ટેલ,સામે વિશાળ હોલ તેની પાછળ લાઇબ્રેરી પ્રયોગશાળા.બાકી ચારે તરફ ખુલ્લા ક્લાસરુમ...કોયલ મોર પક્ષીઓનો કલશોર ...આવા વાતાવરણમા ભણવાનુ?આ ગુજરાતનું શાંતિનિકેતન નહી તો બીજુ શું?પણ એવુ પણ જાણવા મળ્યુ કે ફક્ત દરેક ધોરણનો એક ક્લાસ તેમા ફક્ત ત્રીસ વિદ્યાર્થી...એડમીશન મળવુ જ મુશ્કેલ...!!!ચાલો મળ્યુ છે તે માણો એમ સમજી પાંચ દિવસનો આ એકલવિહાર આ કુંજગલીઓમાં મળશે એ બસ નથી ? ફરી સ્વગત વાહ વાહ