કોને ભૂલું ને કોને સમરું રે - 38

  • 2.4k
  • 1.3k

આ જેઠાકાકાની પણ અજીબ દાસ્તાન હતી. એમના પિતા પુરૂષોતમ બાપા ઓછી આવકમાં જીવનારા પણ અતીભારે કરકસરીયા હતા.એ જમાનાંમાં જેઠાકાકા તેના બાપુજી પાંસે ક્યારે મન થાય એટલે એક પાઇ માંગે .”બાપા બાપા એક પાઇ આપોને” “કેમ ?શું કામ છે પાઇ નું ? હે જેઠા બોલ.” “બાપા બાપા મારે દાળિયા લેવા છે.બહુ મન થયુ છે .બધા શેરીમાં મારી સામે મુઠા ભરીને દાળિયા ખાતા હોય તો મન ન થાય બાપા?આપોને પાઇ “ “દાળિયા ખાઇએ તો ડચુરો ચડે…ડચુરો ચડે તો કડવાટ પીવો પડે”આવું રીધમીક શૈલીમાં બોલે ને જેઠાબાપાની વાત ઉડાડી દે .આ બધી કહાની ચંદ્રકાંતને બાપુજીએ કરેલી એટલે જેઠાબાપાનુ કેરેક્ટર મનમાં બરાબર ઊપસેલું હતું