રજનીશજીએ સફેદ મલમલ જેવી પાતળા પોતની લુંગી ઉપર સફેદ રંગનુ મોટુ કપડુ છાતી ઉપર વિંટેલું છે. જબલપુરથી પહેલુ પ્રવચન મુંબઇમા આવીને આપ્યુ પણ આ તુલસીશ્યામની પહાડી ઉપર પહેલો ત્રણ દિવસનો શિબિર હતો.બે નાનકડા ટેનામેન્ટ ટેકરી ઉપર એકમા રજનીશજી બીજામા રતુભાઇ અદાણી સુરુગભાઇ મોટા બાપુજી અને ચંદ્રકાંત. વહેલી સવારની પહેલી સેશનમાં ચંદ્રકાંત રજનિશજીની સામે બેઠા છે.તેમની વિશાળ મેજીકટચ આંખો મોટો ભાલ પ્રદેશ...લાંબા ઘુઘરાળા વાળ લાંબી કાળી ભમ્મર દાઢી ને મુછ વચ્ચેથી ચમકતી સફેદ દંત પંક્તિ, મધ જેવો મીઠો ધીમો આરોહઅવરોહથી ગુંજતો અવાજ ....તેમની પાછળ એક ઓરા જેવો દિવ્ય પ્રકાશ વર્તુળ... "દેખીયે મે આપકો બતાતા હું એક જવાન સાઇકીલ પર બેઠા મૈદાનમે