કોને ભૂલું ને કોને સમરું રે - 28

  • 2.5k
  • 1.3k

"ચાલો સહુ જમવા બેસી જઇએ...આ એક વાગ્યો છે...મને તો દોડી દોડીને બહુ થાક લાગ્યો છે"નાના કાકા આમ પણ ગોળમટોળ હતા એટલે થાકનુ બહાનુ બરાબર બેસી ગયુ....બાળકો અને કાકાબાપાઓની પહેલી પંગત પડી...થેપલા શાક મોહનથાળ ચુરમાના લાડવા અને બટેટાનુ શાક કાકાને ગળે ઉતરતા નહોતા ,બાજુમા ચંદ્રકાંતે બેઠા બેઠા કાકાને પુછ્યુ..."કાકા,જમવાનુ ભાવતુ નથીને અથાણા વગર..? “ “હા ચંદ્રકાંત, પણનું થાય ?” કાકા ઉદાસ નજરે બોલ્યા. "અથાણુતો ખલ્લાસ થઇ ગયુ છે”...ઉતાવળમા ફઇબા બોલી ગયા પણ ચંદ્રકાંત સાથે તેમનો પંગો ભારે પડી ગયો...ફઇ ચકળવકળ આંખે ફઇ આ શૈતાનને જોઇ રહ્યા. "જાદુ કરુ?"ચંદ્રકાંતે સહુને ચમકાવ્યા .બાપુજી મોટા બાપુજી નાનાકાકા એકદમ આશ્ચર્યચકિત થઇ ગયા..."ફઇબાને કંઇ યાદ નથી